Posted in Bhajan

Jay Jay

Written Day: Friday, June 24, 1994

राग: अब ना छुपाऊँगा… (फिल्म: दिल तेरा आशिक)


જય જય રાધે રાધેશ્યામ… જય જય રાધે સીતારામ

જય જય રાધે સીતા રાધે સીતા રાધે રાધે શ્યામ… જય…

      માનવ નો દેહ તો મોંઘો અણમોલ છે

      ક્યારે જવાના એ કોને ખબર છે…!

ભાવે ભજીલે રાધેશ્યામ જીવડા ભવ પાર તરવા… જય જય…

જુઠા સંસારના ખોટા આ ખેલ, મોહમાયામાં પડે ક્યાં મેળ

ચેતીજા માનવ આતો, છેલ્લો ફેરો છે તારો

સ્વાર્થનો છે આ માળો, નથી કોઈ તારો આરો…

      સાથે શું લાવ્યા છે, શું લઇ જવાના

      ખાલી હાથે આવ્યા છે, ખાલી રે જવાના…

      …તેથી ભજીલે ભગવાન જીવડા… જય જય…

પાપ કરીને હું પસ્તાયો, મોહમાયામાં હું રંગાયો…(૨)

આવ્યો છું તારા દ્વારે, દર્શન કરવું છે મારે

દર્શન દેશે પ્રભુ ક્યારે, મારા થશો પ્રભુ જયારે

      સંસાર છોડીને વાલા, આવ્યો તારા શરણે

      કૃપા કરીને કાના, લઈલે તારા ચરણે

      મારી નૈયા ઉગાર જીવડા ભવપાર… જય જય…

Posted in Bhajan

Prem Bhakti

 

राग: तुम बिन जीवन कैसे… (फिल्म: अनीता)


રાધા વિનાના શ્યામ છે સુના

સીતા વિનાના રામ…(૨)

જમુના નદીના કાંઠે, મોહન મોરલી બજાવે

ભાન ભૂલેલી રાધા, દોડતી દોડતી આવે…

રુદિયાના શ્યામ મારા, ના તલસાવો

આવી છું છોડીને ઘર ને બાર…(૨)… રાધા…

ઝેરના પ્યાલા વહાલે, અમૃત કરીને પીધા

મીરાંના  એ દુઃખડા, સઘળા કાપી દીધા

મીરાં સુની છે ગીરીધર વિના પણ…(૨)

મીરાં વિના છે મેવાડ…(૨)… રાધા…

કાળ ભમે છે માથે, કોળીયો કરીને જાશે

ચેતવું હોઈ તો ચેતો, ખેલ પૂરો થઇ જાશે…

મંદિર સુના છે પ્રભુજી વિના પણ..(૨)

ભક્તો વિના છે ભગવાન…(૨)… રાધા…

સાખી

આધશક્તિ શિવરી અને અવિચળ આપો ઉપદેશ

પ્રેમભક્તિ પ્રગટ કરો… એમ પ્રથમ પૂજું રે ગણેશ

હાં… જો ઘર કથા કિર્તન નહિ ઔર જહાં પર સંત નહિ મહેમાના

વો ઘર જમરા દેરાદુના, વહાં શામ પડે સ્મશાના

હાં… જો ઘર કથા કિર્તન હૈ ઔર જહાં સંત હૈ મહેમાના

વો ઘર પ્રભુકા વાસ હૈ , વો ઘર હૈ વૈકુઠ સમાના

ગુરુ રે બ્રહ્મા ગુરુ રે વિષ્ણુ, ગુરુ રે દેવો મહેશ્વરા

ગુરુ રે સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

તું પુરાણ પરમાત્મા તુમ અંતરયામી

પરબ્રહ્મ પરમેશ્વર… તુમ સબકે સ્વામી…(૨)

Posted in Bhajan

Ram

Written Day: Wednesday, August 07, 1996

राग: गोरे गोरे मुखड़े पे… (फिल्म: सुहाग)


રામ નામ જપતો આવું તારે આંગણે

      કરુણાના સાગર છો, દિલના દુલારા છો…(૨)… રામ…

વિપતના વાદળ ચઢે, મારો નિશ્ચય ના ફરે

સાંધી તનમનનો એ તાર, હું તુજને કરું પોકાર

છોડી મેંતો દુનિયાની માયા તમામ,

      મને મળીયું છે ઠરવાનું ઠામ

જીભે જડ્યું તારું નામ, હારું ના હૈયાની હામ…(૨)… રામ નામ જપતો…

સેવાનું સુખ જો મળે, લાખો ઉપાધી ટળે

માંગુ હું સંતોનો સંગ, લાગ્યો મને ભક્તિનો રંગ

ભક્ત સદા માંગે છે દર્શનનાં દાન

      તારા ચરણોમાં છે ચારેધામ

દિલમાં છે એકજ નામ, બોલો જય સીયારામ…

      બોલો જય સીયારામ… રામ નામ