Posted in Bhajan

Prem Bhakti

 

राग: तुम बिन जीवन कैसे… (फिल्म: अनीता)


રાધા વિનાના શ્યામ છે સુના

સીતા વિનાના રામ…(૨)

જમુના નદીના કાંઠે, મોહન મોરલી બજાવે

ભાન ભૂલેલી રાધા, દોડતી દોડતી આવે…

રુદિયાના શ્યામ મારા, ના તલસાવો

આવી છું છોડીને ઘર ને બાર…(૨)… રાધા…

ઝેરના પ્યાલા વહાલે, અમૃત કરીને પીધા

મીરાંના  એ દુઃખડા, સઘળા કાપી દીધા

મીરાં સુની છે ગીરીધર વિના પણ…(૨)

મીરાં વિના છે મેવાડ…(૨)… રાધા…

કાળ ભમે છે માથે, કોળીયો કરીને જાશે

ચેતવું હોઈ તો ચેતો, ખેલ પૂરો થઇ જાશે…

મંદિર સુના છે પ્રભુજી વિના પણ..(૨)

ભક્તો વિના છે ભગવાન…(૨)… રાધા…

સાખી

આધશક્તિ શિવરી અને અવિચળ આપો ઉપદેશ

પ્રેમભક્તિ પ્રગટ કરો… એમ પ્રથમ પૂજું રે ગણેશ

હાં… જો ઘર કથા કિર્તન નહિ ઔર જહાં પર સંત નહિ મહેમાના

વો ઘર જમરા દેરાદુના, વહાં શામ પડે સ્મશાના

હાં… જો ઘર કથા કિર્તન હૈ ઔર જહાં સંત હૈ મહેમાના

વો ઘર પ્રભુકા વાસ હૈ , વો ઘર હૈ વૈકુઠ સમાના

ગુરુ રે બ્રહ્મા ગુરુ રે વિષ્ણુ, ગુરુ રે દેવો મહેશ્વરા

ગુરુ રે સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

તું પુરાણ પરમાત્મા તુમ અંતરયામી

પરબ્રહ્મ પરમેશ્વર… તુમ સબકે સ્વામી…(૨)

Advertisements
Posted in Bhajan

Dharti

 

राग: गोरे गोरे चंद् से मुखपे… (फिल्म: अनीता)


આ ધરતીની રંગભૂમિ પર

      કોઈ બને મોર તો કોઈ બને ઢેલ… આ…

કોઈ બન્યા રાજા તો, કોઈ છે ભિખારી…(૨)

      કોઈ ખાય ખાજા તો કોઈ ના પેટ ખાલી…(૨)

વિધિ એ વહેચ્યા છે વિધ વિધ પાઠો…(૨)

      કોઈને જેલ તો કોઈને મહેલ… આ ધરતીની…

કોઈ જશે આજે તો કોઈ જશે કાલે…(૨)

      કોઈને કલંક મળે, કોઈને તિલક ભાલે…

ખરા જીવનનો ખરો આ ઉકેલ…(૨)

   એમ જ પૂરો થાશે આ ખેલ… આ ધરતીની…

સાખીઓ

અનીતિનો વિજય આજે નીતિની હાર લાગે છે

હવે તો આ ધરતીને પણ માનવીનો ભાર લાગે છે

હરી ભજીલે પ્રાણિયા, પછી ભજાશે નહિ…

કાયા તારી થશે ઝાંઝરી, એમ બેઠું રહેવાશે નહિ

Posted in Bhajan

Prabhu

Written in: 1996

राग: મનવા રે તારો ભલે રે વીંધાઈ ગયો માળો


 આ જીવન છે આખું ભક્તિ વિનાનું નકામું…

શોધીલે મનવા… ઉપરવાળાનું ઠેકાણું… આ જીવન

જુઠી છે માયા, જુઠી છે કાયા(૨)

      જુઠી છે આ દુનિયા તારી

આ રંગરાગમાં હું તો ભૂલ્યો રે પ્રભુને… (૨)

      કરી લે તું યાદ પ્રભુને… શોધીલે…

પાપ અને પુણ્યનો હિસાબ માંડું છું

      મળતો નથી સરવાળો

પાપો વધ્યા છે, પુણ્યો ઘટ્યા છે…(૨)

      કરવું શું મારે પ્રભુજી… શોધીલે…

કડવી વેલીના કડવા છે તુમડા…(૩)

      કડવા છે રીત રિવાજો

આ ભવસાગરમાં હું તો ભૂલો રે પડ્યો છું …(૨)

      કિનારે લગાવ મારી નૈયા… શોધીલે…

સાખી

જીવન તમે સદા એવું જીવો … કે જીવનારા જોયા કરે

ભજન તમે એવું કરો કે એ અંતરમાં ગુંજ્યા કરે

પલ પલનો સદઉપયોગ કરજો… અંતે કાળ પણ જોયા કરે

અરે તું હસતો હસતો જાય જગથી… પાછળથી દુનિયા રોયા કરે

Posted in Bhajan

Ganpati Bhajan

Written Day: Saturday, July 20, 2002

राग: में दुनिया तेरी… (अता उल्लाखान)


હું પહેલા યાદ કરું ગણપતિને, કંકુ ચોખા ચઢાવું ગણપતિને

તમે સવીકારો આ સુંઢાળા (૨) ભક્તોના છો તમે રખેવાળા… હું પહેલા…

માતા છે જેના પાર્વતીજી, પિતા છે જેના શંકરજી

રિધ્ધિ સિધ્ધીના સ્વામી એવા, બેની ઓખાના વિરા છો તમે… હું પહેલા…

વહાલા છે વિઘન હરનારા, મનગમતા મોદક જમનારા

સ્વામી સ્વીકારો હો દુંદાળા (૨) સર્વ શુભ કાર્યોમાં સમાયા છો… હું પહેલા…

કાનોમાં કુંડળ માથે મુગટ, ગળામાં પુષ્પોની માળા

દર્શન કરું વારે વારે (૨) તમે છો ઉંદરના અસવારા… હું પહેલા…

અંતર કેરૂ આસન આપું, મનમંદિરમાં તુજને સ્થાપુ

રક્ષા કરો દેવાધિદેવા (૨) તમે ભક્તોની ભીડ ભાંગનારા… હું પહેલા…

સાખીઓ

સદા ભવાની સહાય કરોને સન્મુખ રહો ગણેશ

પંચદેવ રક્ષા કરો… એવા બ્રહ્મા વિષ્ણુ મહેશ

પહેલી નમણ નમું ગુરુદેવને દુજી નમણ નમું ગણેશ

ત્રીજી નમન નમું ત્રિગુણા એવા બ્રહ્મા વિષ્ણુ મહેશ

તો ગૌરી તારા પુત્રીને એ વળી સમરે… સમરે મધુરા મોર

દિસે સમરે તેન બ્રાહ્મણ વાણીયો… હે… તુને રાતે સમરે ચોર