Posted in Qawwali

Maaya-Jaal

Written Day: Monday, July 11, 1994

राग: मिल गए जो हमारे कदम से कदम


દુનિયાની માયાજાળમાં ફસાઈ ગયો

મળતો નથી તું ભગવંત ક્યાં ખોવાઈ ગયો…

      મારા રુદિયાના રામ, અંતરનાં આરામ

      તારા નામે મેં જીવન મુકવી દીધું… દુનિયામાં…

હું તારો થયો, પ્રભુ તું મારો થયો

      મારા દુઃખડાનો તું ભાગીદાર થયો (૨) ↑

સા  ની  ધ  પ  મ  ગ  રે  સા…

ક્યારે આવે મારો રામ, મારો શ્યામ, ઘનશ્યામ… મળતો…

તને અલ્લા કહું હું તને ખુદા કહું

      તારા નામો ઘણા પ્રભુ શું શું કહું…(૨) ↑

સા  ની  ધ  પ  મ  ગ  રે  સા…

ઈશ્વર તો એક છે, તેના નામો છે હજાર… મળતો…

આધાર છે પ્રભુ તું નિરાધારોનો

      તારા ભક્તજનોનો તું તારણહારો…(૨) ↑

સા  ની  ધ  પ  મ  ગ  રે  સા…

ઉગારી લેજે હે પ્રભુ, નાવડી મારી ડોલે… મળતો નથી…

      …દુનિયાની માયાજાળમાં…