Posted in Bhajan

Mira Prem

Written Day: Friday, July 22, 1994

राग: ना कजरे की भात… (फिल्म: मोहरा)


હરદમ તારી યાદ, મારા હૈયામાં ફરિયાદ

કેમ આવતો નથી મારો શ્યામ મંદિર સૂના પડ્યા છે આજ

      …મંદિર સૂના પડ્યા છે આજ…

નજરો મળી જયારે તારી, હું બની ગઈ તારી દિવાની

યમુના કિનારે તારી, હું વાત જોઉં છું મોરારી

      બંસીધારી, ગિરિધારી, હું વિનવું વારંવાર… હરદમ…

તારી ને મરી વહાલા, આજ પ્રીતડી બંધાણી

કરુણાનાં સ્વામી, તમે છો અંતરયામી

      જોઉં છું હું, વાત તારી, હવે આવો આ કિરતાર… હરદમ…

હું ભવભવની ભિખારી, છું જનમ જનમ થી તારી

તારી યાદમાં ઝુરવાની, તારી બનીને રહેવાની

ઓ ક્રિષ્ના… કામણગારા… હું છું તારી મીરાં… હરદમ

Advertisements