Posted in Bhajan

Dharti

 

राग: गोरे गोरे चंद् से मुखपे… (फिल्म: अनीता)


આ ધરતીની રંગભૂમિ પર

      કોઈ બને મોર તો કોઈ બને ઢેલ… આ…

કોઈ બન્યા રાજા તો, કોઈ છે ભિખારી…(૨)

      કોઈ ખાય ખાજા તો કોઈ ના પેટ ખાલી…(૨)

વિધિ એ વહેચ્યા છે વિધ વિધ પાઠો…(૨)

      કોઈને જેલ તો કોઈને મહેલ… આ ધરતીની…

કોઈ જશે આજે તો કોઈ જશે કાલે…(૨)

      કોઈને કલંક મળે, કોઈને તિલક ભાલે…

ખરા જીવનનો ખરો આ ઉકેલ…(૨)

   એમ જ પૂરો થાશે આ ખેલ… આ ધરતીની…

સાખીઓ

અનીતિનો વિજય આજે નીતિની હાર લાગે છે

હવે તો આ ધરતીને પણ માનવીનો ભાર લાગે છે

હરી ભજીલે પ્રાણિયા, પછી ભજાશે નહિ…

કાયા તારી થશે ઝાંઝરી, એમ બેઠું રહેવાશે નહિ

Advertisements
Posted in Bhajan

Prabhu

Written in: 1996

राग: ज़नक ज़नक तोरे बाजे… (फिल्म: ज़ंजीर)


આ માનવ દેહ મોઘો મળ્યો છે…

      ચેતીજા માનવ આ… છેલ્લો ફેરો છે… આ…

પાપ અને પુણ્યનો સરવાળો માંડજો… આ… (૨)(૩)

કેટલા થયા તે મનમાં વિચારજો

      પ્રભુને પામી લે તારું જીવન વીતી જાય છે… આ…

અડધી ગઈ તારી અડધી રહી છે ઓ મનવા… (૨)

તારા જીવનની સાંજ ઢળવા લાગી છે,

      ચેતીજા સુરજ તારો ડૂબવા લાગ્યો છે…

      આ માનવ દેહ…