Posted in Bhajan

Krishna Bhajan (સારંગ)

Written Day: Monday, August 05, 2002

राग: कोई लहेरी बाबुजी (फिल्म: लोफ़र)


મારા મનડાનો મોર, મારા કાળજાનો કોર, મારા દલડાનો ચોર

      કોણ છે?… જશોદાનો કુંવર કનૈયો…(૨)

વનવગડામાં કુંજગલીમાં રાસ રચાવે કોણ?… જશોદાનો કુંવર કનૈયો

મારગડામાં વચ્ચે એ આવીને, મહી માખણના એ દાણ જ માંગે

દાણ ન આપે, ગોપીઓની માથેની મટકી ફોડે છે કોણ?… જશોદાનો કુંવર કનૈયો…(૨)

એક એક કાનો, એક એક ગોપી, ભેગા મળી સૌ રાસ રચાવે

રાસ રમાડી, ભાન ભુલાવી, નથણી ચોરે છે કોણ?… જશોદાનો કુંવર કનૈયો…(૨)

મીઠી મધુરી મોરલી વાગી, રાધાજી નીંદરમાંથી જાગી

દોડી દોડી આવી જનમો જનમની પ્રિત જગાવે કોણ?… જશોદાનો કુંવર કનૈયો…(૨)

કાનુડાની પ્રીત છે ન્યારી, પ્રિતની રીત એ છે બહુ ભરી

જેને એ જાણી, થઇ બલિહારી, પાર ઉતારે કોણ?… જશોદાનો કુંવર કનૈયો…(૨)

Advertisements
Posted in Bhajan

Krishna Bhajan

Written In: 1987

राग: अरे कनैया किसको कहेगा तू मैया…


મારા શ્યામનાં… સપના એવા રે આવે

સપના એવા આવે રે શ્યામનાં, બંસી કોણ બજાવે… મારા…

વૃંદા તે વનની, વાટે રાધિકા, એકલી એકલી ચાલે

વનવગડામાં ભૂલી પડી ત્યારે, મારગ કોણ બતાવે… મારા…

વૃંદા તે વનની કુંજગલીમાં, મીઠડા રાસ રમાડે

વનવગડામાં ભૂલી પડી રાધા, મારગ કાનો બતાવે… મારા…

જશોદા માળી ઝુરી રહી છે, માખણ મીઠડા લાવે…

કોને રમાડું ને કોને જમાડું મારા કાનુડાને કોણ તેડી લાવે… મારા શ્યામનાં…

Posted in Poem

Maa

Written Day: Tuesday, November 27, 1984


ભૂલવા મથું છું જયારે જયારે હું તેમને

અચૂક યાદ આવી જાય છે તેમની મને

કોણ કહે છે કે હું નથી યાદ કરતો તેમને…

મારી એ નીંદરના મારા એ સ્વપ્નોમાં

મધુર મીઠા જીર્ણ મુખ ઉપર વેરાતાં

મધુર સ્મિતો કોઈ વેરતું… હાં યાદ છે આજે મને…

કોણ કહે છે કે હું નથી યાદ કરતો તેમને…

જોઉં છું આજ હું જયારે ભીતેની એ તસ્વીરો

ડૂબી જાઉં છું હું આઠ વર્ષ પુરાણા મારા ઈતિહાસમાં

એક હતો રાજા… ને, બધુંજ સતાવે છે મુજને

કોણ કહે છે કે હું યાદ નથી કરતો તેમને…

પા.. પા.. પગલીના પાયા નાખ્યા’તા તેમણે

ક.. ખ.. ગ.. દેશી હિસાબના શીખવ્યા’તા મુજને

ચાંદામામા ઘીને બાબી… રમાડ્યા’તા મુજને

કોણ કહે છે કે હું નથી યાદ કરતો તેમને…

યાદ આવ્યા આજ મારા ઘરડા પ્યારા પ્યારા “માં”

નથી આંસુ મારી આંખમાં આજ “માં” તને હું શું આપુ

આપુ છું… સ્વીકારજે “માં” મારી આ કાવ્યરૂપી અંજલિ તુજને

કોણ કહે છે કે હું નહિ યાદ કરતો “માં” તુજને