Posted in Bhajan

Mira Prem

Written Day: Friday, July 22, 1994

राग: ना कजरे की भात… (फिल्म: मोहरा)


હરદમ તારી યાદ, મારા હૈયામાં ફરિયાદ

કેમ આવતો નથી મારો શ્યામ મંદિર સૂના પડ્યા છે આજ

      …મંદિર સૂના પડ્યા છે આજ…

નજરો મળી જયારે તારી, હું બની ગઈ તારી દિવાની

યમુના કિનારે તારી, હું વાત જોઉં છું મોરારી

      બંસીધારી, ગિરિધારી, હું વિનવું વારંવાર… હરદમ…

તારી ને મરી વહાલા, આજ પ્રીતડી બંધાણી

કરુણાનાં સ્વામી, તમે છો અંતરયામી

      જોઉં છું હું, વાત તારી, હવે આવો આ કિરતાર… હરદમ…

હું ભવભવની ભિખારી, છું જનમ જનમ થી તારી

તારી યાદમાં ઝુરવાની, તારી બનીને રહેવાની

ઓ ક્રિષ્ના… કામણગારા… હું છું તારી મીરાં… હરદમ

Advertisements
Posted in Bhajan

Radha-Kishan

Written Day: Monday, August 08, 1994

राग: घुघट की आड़ से… (फिल्म: हम है राही प्यार के)


राधा के प्यार बिना गिरिधर का, गोकुल सुना लगता है

जब तक न मिले बासुरीकी ज़लक…

      ये रास अधुरा रहेता है… राधा के…

राधा-किशन का मिलना ज़रूरी है

      पनघट पे खेलना ज़रूरी है

पायलिया जब राधाकी खनकती है

      सुनकर कृष्णा का  दिल भी बहेलता है

बिना उसकी पायल से गोकुल का… ये खेल अधुरा रहेता है… जब तक…

भर निंदर में राधिका रोती है…

      कहाँ खो गए श्याम ऐसा कहेती है…

कहेती कहेती राधा फिर रोती है

      आशुओके खटियन पे सोती है

कहेती ही जाती है राधा सपनोकी ये दास्ताँ हो…

बिना मेरे श्याम मेरे जीवन का… संगीत सुना सुना लगता है…

      जब तक न मिले…

 

Posted in Bhajan

Prabhuji Ram-Shyam

Written Day: Friday, June 24, 1994

राग: तुम्ही मेरे मंदिर… (फिल्म: खानदान)


તમે મારા રામ છો તમે મારા શ્યામ છો

તમે મારા રુદિયાના દેવાધિદેવ છો

તારા રે નામનો દિલમાં દિવો કર્યો છે

શ્રદ્ધાનાં પુષ્પોને સ્નેહે ધર્યા છે મેં…(૨)

      રામ રામ રામ…જય જય…રામ રામ રામ

      શ્યામ શ્યામ શ્યામ…જય જય…શ્યામ શ્યામ શ્યામ

બે કર જોડી હું, વંદન કરું છું

દર્શન દો પ્રભુજી, ઝુરી મારું છું… તમે મારા…

સંસાર સાગરમાં ડોલે મરી નૈયા

આવીને ઉગારો પ્રભુજી બનીને ખેવૈયા

      કિનારે લગાવ નૈયા, ધરું હું તો તારો બૈયા

      દીન દુઃખિયોનાં તમે તારણહાર છો… તમે મારા…

Posted in Bhajan

Ghanshyam

Written Day: Tuesday, July 12, 1994

राग: जब दीप जले आना… (फिल्म: चित्तचोर)


ક્યારે આવે મારો શ્યામ, ક્યારે આવે મારો રામ

સપનામાં હું રોજ રડું… મારો ક્યાં રે ગયો ઘનશ્યામ… ક્યારે

ની  રેગા, રેગા, મગરે સાસાની, પાપાની રેગ સાની સાગા પામાગા

હું દિન અને રાત તારી માળા જપુ

      નિત્ય નિરંતર ધ્યાન ધરું…(૨)

ઓ દીનદયાળુ, દર્શન દ્યો મારા અંતરનાં આરામ… ક્યારે…

તારી અકળ કાળા છે ન્યારી પ્રભુ

      દુઃખિયોનો તું દાતા પ્રભુ…(૨)

મઝધારે ડોલે નાવડી મરી, રખેવાળો થઈને આવ…

      ક્યારે આવે…

ની  રેગા, રેગા, મગરે સાસાની, પાપાની રેગ સાની સાગા પામાગા

તું દ્વારિકામાં છે કે ડાકોરમાં,

      તું મથુરામાં છે કે ગોકુળમાં…(૨)

રખડી રખડીને થાક્યો હવે હું…

      સાચું ધામ બતાવ… ક્યારે આવે…