Posted in Poem

Maa

Written Day: Tuesday, November 27, 1984


ભૂલવા મથું છું જયારે જયારે હું તેમને

અચૂક યાદ આવી જાય છે તેમની મને

કોણ કહે છે કે હું નથી યાદ કરતો તેમને…

મારી એ નીંદરના મારા એ સ્વપ્નોમાં

મધુર મીઠા જીર્ણ મુખ ઉપર વેરાતાં

મધુર સ્મિતો કોઈ વેરતું… હાં યાદ છે આજે મને…

કોણ કહે છે કે હું નથી યાદ કરતો તેમને…

જોઉં છું આજ હું જયારે ભીતેની એ તસ્વીરો

ડૂબી જાઉં છું હું આઠ વર્ષ પુરાણા મારા ઈતિહાસમાં

એક હતો રાજા… ને, બધુંજ સતાવે છે મુજને

કોણ કહે છે કે હું યાદ નથી કરતો તેમને…

પા.. પા.. પગલીના પાયા નાખ્યા’તા તેમણે

ક.. ખ.. ગ.. દેશી હિસાબના શીખવ્યા’તા મુજને

ચાંદામામા ઘીને બાબી… રમાડ્યા’તા મુજને

કોણ કહે છે કે હું નથી યાદ કરતો તેમને…

યાદ આવ્યા આજ મારા ઘરડા પ્યારા પ્યારા “માં”

નથી આંસુ મારી આંખમાં આજ “માં” તને હું શું આપુ

આપુ છું… સ્વીકારજે “માં” મારી આ કાવ્યરૂપી અંજલિ તુજને

કોણ કહે છે કે હું નહિ યાદ કરતો “માં” તુજને

Advertisements