Posted in Bhajan

Morlivada

Written Day: Wednesday, June 22, 1994

राग: तू चीज़ बड़ी है मस्त… (फिल्म: मोहरा)


મોરલી વાગી મસ્ત કાન તારી મોરલી વાગી મસ્ત

તારી વેણુમાં વહાલ ભર્યા, સુની ગોપીઓની બેહાલ થયા

રાધેશ્યામ…(૨) રંગે રાસ રચ્યો, રમઝટ જામી જબરદસ્ત..જસ્ત…

      તારી મોરલી…

નંદ જશોદા વાટડી જુએ… રોઈ રોઈને આંસુડા સારે…(૨)  ↑↓

મારો લાલ ગયો ક્યાં બાલ ગયો, મારા અંતરનો આરામ ગયો

શોધી લાવો…(૨) મારા લાલને, મારું મોઘું મુલું છે રક્ત રક્ત

      તારી મોરલી…

ગોવાળો સંગે ધેનું ચરાવે સર્વ ગોપીનાં મહીડા લુટાવે(૨)  ↑↓

તારી માયામાં સૌ ઘેલા થયા, ઘેલા થયા અમે તારા થયા

મારા શ્યામ (૨)  અમને તેના કર્યા, અમે થયા સૌ તેના ભક્ત ભક્ત

      તારી મોરલી…

ઝરમર ઝરમર મેહુલો વરસે, જમુનાજીમાં પાણીડાં છલકે(૨)  ↑↓

કાને મારી પિચકારી સરરર… રાધે બોલી ઉઠી અરરર…

પજવોના…(૨) ઓ પ્રિતમ પ્યારા, મારા મનમાં માનેલા

      મસ્ત મસ્ત તારી મોરલી વાગી..,

સરગમ

પની સા..નીસાપની મપ, મપની સાની સાની

પપપ નીનીન ધધધ મમમ

પની ધની ધપ ધની સાનીધ સાનીધ

પનીસા… પરેસા…

Advertisements
Posted in Bhajan

Kaana

राग: चंदन सा बदन… (फिल्म: सरस्वतीचंद्र)


કાના.. કાના.. રટતી રટતી, શોધું તને હું ક્યારની

હું વાટ જોઉં છું મંદિરમાં, મોડું થયું છે હવે તો ઘણું… કાના

 

તું ફળમાં છે તું ફૂલમાં છે

તું સૃષ્ટિનાં રજે રજ માં છે

તું લોહીમાં, તું કણ કણમાં

તું મારા મનમંદિરમાં છે

રાધા રડે છે સપનામાં… આવીને મુખડું બતાવી દે… કાના…

 

તું છે નટખટ તું છે ગિરિધર

તું જગતનો તારણહારો છે

તું છે મોહન તું છે ગોવિંદ

તું રાધાનો રખેવાળો છે

મન મોહ્યું છે તારી ભક્તિમાં

એ ભક્તિનો મહિમા બતાવી દે… કાના… કાના…

Posted in Bhajan

Prem Bhakti

 

राग: तुम बिन जीवन कैसे… (फिल्म: अनीता)


રાધા વિનાના શ્યામ છે સુના

સીતા વિનાના રામ…(૨)

જમુના નદીના કાંઠે, મોહન મોરલી બજાવે

ભાન ભૂલેલી રાધા, દોડતી દોડતી આવે…

રુદિયાના શ્યામ મારા, ના તલસાવો

આવી છું છોડીને ઘર ને બાર…(૨)… રાધા…

ઝેરના પ્યાલા વહાલે, અમૃત કરીને પીધા

મીરાંના  એ દુઃખડા, સઘળા કાપી દીધા

મીરાં સુની છે ગીરીધર વિના પણ…(૨)

મીરાં વિના છે મેવાડ…(૨)… રાધા…

કાળ ભમે છે માથે, કોળીયો કરીને જાશે

ચેતવું હોઈ તો ચેતો, ખેલ પૂરો થઇ જાશે…

મંદિર સુના છે પ્રભુજી વિના પણ..(૨)

ભક્તો વિના છે ભગવાન…(૨)… રાધા…

સાખી

આધશક્તિ શિવરી અને અવિચળ આપો ઉપદેશ

પ્રેમભક્તિ પ્રગટ કરો… એમ પ્રથમ પૂજું રે ગણેશ

હાં… જો ઘર કથા કિર્તન નહિ ઔર જહાં પર સંત નહિ મહેમાના

વો ઘર જમરા દેરાદુના, વહાં શામ પડે સ્મશાના

હાં… જો ઘર કથા કિર્તન હૈ ઔર જહાં સંત હૈ મહેમાના

વો ઘર પ્રભુકા વાસ હૈ , વો ઘર હૈ વૈકુઠ સમાના

ગુરુ રે બ્રહ્મા ગુરુ રે વિષ્ણુ, ગુરુ રે દેવો મહેશ્વરા

ગુરુ રે સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

તું પુરાણ પરમાત્મા તુમ અંતરયામી

પરબ્રહ્મ પરમેશ્વર… તુમ સબકે સ્વામી…(૨)

Posted in Bhajan

Kaana

Written in: 1996

राग: तू चाँद है पूनम का… (फिल्म: जाने तमन्ना)


હું ગોકુળની ગોવાલણ છું, વનવગડામાં વાત જોતી ઉભી છું

મારો ક્યાં રે છુપાયો… શોધું છું તને હું… કાના કાના… ઓ કાના(૨)

જનમો જનમથી તારી દીવાની છું

      ભવોભવમાં તારી બનીને રહેવાની છું…(૨)

મારો ક્યાં રે ગયો ઓ વનમાળી, મારો ક્યાં રે સંતાયો ઓ ગિરિધારી

તારા વિના હું તો ઝૂરી મારું ઓ… કાના.. કાના… ઓ… કાના…

      હું ગોકુળની…

તારા રે નામનો દિલમાં દીવો કર્યો છે મેં

      શ્રદ્ધાનાં પુષ્પોને સ્નેહે ધર્યા છે મેં

મને શાને સતાવે ઓ છોગાળા, મુખડું બતાવો ઓ મુરલીવાલા

આજ સુના પડ્યા છે મંદિરીયા… કાના… કાના… ઓ… કાના(૨)

      હું ગોકુળની…