Posted in Bhajan

Morlivada

Written Day: Wednesday, June 22, 1994

राग: तू चीज़ बड़ी है मस्त… (फिल्म: मोहरा)


મોરલી વાગી મસ્ત કાન તારી મોરલી વાગી મસ્ત

તારી વેણુમાં વહાલ ભર્યા, સુની ગોપીઓની બેહાલ થયા

રાધેશ્યામ…(૨) રંગે રાસ રચ્યો, રમઝટ જામી જબરદસ્ત..જસ્ત…

      તારી મોરલી…

નંદ જશોદા વાટડી જુએ… રોઈ રોઈને આંસુડા સારે…(૨)  ↑↓

મારો લાલ ગયો ક્યાં બાલ ગયો, મારા અંતરનો આરામ ગયો

શોધી લાવો…(૨) મારા લાલને, મારું મોઘું મુલું છે રક્ત રક્ત

      તારી મોરલી…

ગોવાળો સંગે ધેનું ચરાવે સર્વ ગોપીનાં મહીડા લુટાવે(૨)  ↑↓

તારી માયામાં સૌ ઘેલા થયા, ઘેલા થયા અમે તારા થયા

મારા શ્યામ (૨)  અમને તેના કર્યા, અમે થયા સૌ તેના ભક્ત ભક્ત

      તારી મોરલી…

ઝરમર ઝરમર મેહુલો વરસે, જમુનાજીમાં પાણીડાં છલકે(૨)  ↑↓

કાને મારી પિચકારી સરરર… રાધે બોલી ઉઠી અરરર…

પજવોના…(૨) ઓ પ્રિતમ પ્યારા, મારા મનમાં માનેલા

      મસ્ત મસ્ત તારી મોરલી વાગી..,

સરગમ

પની સા..નીસાપની મપ, મપની સાની સાની

પપપ નીનીન ધધધ મમમ

પની ધની ધપ ધની સાનીધ સાનીધ

પનીસા… પરેસા…

Posted in Bhajan

Krishna Bhajan (સારંગ)

Written Day: Monday, August 05, 2002

राग: कोई लहेरी बाबुजी (फिल्म: लोफ़र)


મારા મનડાનો મોર, મારા કાળજાનો કોર, મારા દલડાનો ચોર

      કોણ છે?… જશોદાનો કુંવર કનૈયો…(૨)

વનવગડામાં કુંજગલીમાં રાસ રચાવે કોણ?… જશોદાનો કુંવર કનૈયો

મારગડામાં વચ્ચે એ આવીને, મહી માખણના એ દાણ જ માંગે

દાણ ન આપે, ગોપીઓની માથેની મટકી ફોડે છે કોણ?… જશોદાનો કુંવર કનૈયો…(૨)

એક એક કાનો, એક એક ગોપી, ભેગા મળી સૌ રાસ રચાવે

રાસ રમાડી, ભાન ભુલાવી, નથણી ચોરે છે કોણ?… જશોદાનો કુંવર કનૈયો…(૨)

મીઠી મધુરી મોરલી વાગી, રાધાજી નીંદરમાંથી જાગી

દોડી દોડી આવી જનમો જનમની પ્રિત જગાવે કોણ?… જશોદાનો કુંવર કનૈયો…(૨)

કાનુડાની પ્રીત છે ન્યારી, પ્રિતની રીત એ છે બહુ ભરી

જેને એ જાણી, થઇ બલિહારી, પાર ઉતારે કોણ?… જશોદાનો કુંવર કનૈયો…(૨)

Posted in Bhajan

Krishna Bhajan

Written In: 1987

राग: अरे कनैया किसको कहेगा तू मैया…


મારા શ્યામનાં… સપના એવા રે આવે

સપના એવા આવે રે શ્યામનાં, બંસી કોણ બજાવે… મારા…

વૃંદા તે વનની, વાટે રાધિકા, એકલી એકલી ચાલે

વનવગડામાં ભૂલી પડી ત્યારે, મારગ કોણ બતાવે… મારા…

વૃંદા તે વનની કુંજગલીમાં, મીઠડા રાસ રમાડે

વનવગડામાં ભૂલી પડી રાધા, મારગ કાનો બતાવે… મારા…

જશોદા માળી ઝુરી રહી છે, માખણ મીઠડા લાવે…

કોને રમાડું ને કોને જમાડું મારા કાનુડાને કોણ તેડી લાવે… મારા શ્યામનાં…

Posted in Bhajan

Krishna Bhajan

राग: आधा हो चन्द्रमाँ… (फिल्म: नवरंग)


છોડી દો છેડલો નંદદુલારા, શાને કરો શ્યામ આવા

      ચેનચાળા મોહન મોરલીવાળા… છોડી દો…

તમે નંદ જશોદાના પ્યારા, તમે રાધાજી ના રખેવાળા

તમે આવો વહાલા, કરું કાલાવાલા… શાને કરો…

તમે આવો હો નંદકુંવર કાળા, તમે ગિરીધરનાં ગોપાલા

તમે આવો પ્યારા, અબોલા થાશે મારા.. શાને કરો…

તમે દુઃખીયોને તારનારા, તમે ભક્તોની ભીડ ભાંગનારા

મારા દિલનાં અરમાન, થાઓ જલ્દી મહેમાન… શાને કરો…

દ્વારિકાનાં ડેરામાં બેઠા, તમે ગોમતીમાં સંતાયા

તમે પારડી(/મારે ત્યાં) આવો, આવીને રાસ રચાવ… શાને કરો…