Posted in Bhajan

Jalaram

राग: संसार है एक नदिया… (फिल्म: रफ़्तार)


મને તારો છે આધાર, છું તારા વિના લાચાર

તું આવે કે ન આવે, હું વિનવું વારંવાર

તું ભક્તોનો ભગવાન, દિન દુઃખિયોનો તું નાથ

      દીન દુઃખિયોનો તું નાથ…

તારા પરચા અપરંપાર, તું ક્યાં રે છુપાયો જલારામ

      તું આવે કે…

મારી જીભે જડ્યું એક નામ, બોલો જય જય શ્રી જલારામ

      બોલો જય જય શ્રી જલારામ…

તારા નામ થી મળે છે આરામ, કદી ભૂલું નહિ જલા તારું નામ

      તું આવે કે…

મને વીરપુર વહાલું ગામ, જ્યાં થાયે સેવાના કામ

      જ્યાં થાયે સેવાનાં કામ…