Posted in Bhajan

Jalaram

राग: संसार है एक नदिया… (फिल्म: रफ़्तार)


મને તારો છે આધાર, છું તારા વિના લાચાર

તું આવે કે ન આવે, હું વિનવું વારંવાર

તું ભક્તોનો ભગવાન, દિન દુઃખિયોનો તું નાથ

      દીન દુઃખિયોનો તું નાથ…

તારા પરચા અપરંપાર, તું ક્યાં રે છુપાયો જલારામ

      તું આવે કે…

મારી જીભે જડ્યું એક નામ, બોલો જય જય શ્રી જલારામ

      બોલો જય જય શ્રી જલારામ…

તારા નામ થી મળે છે આરામ, કદી ભૂલું નહિ જલા તારું નામ

      તું આવે કે…

મને વીરપુર વહાલું ગામ, જ્યાં થાયે સેવાના કામ

      જ્યાં થાયે સેવાનાં કામ…

Advertisements
Posted in Bhajan

Mira Prem

Written Day: Friday, July 22, 1994

राग: ना कजरे की भात… (फिल्म: मोहरा)


હરદમ તારી યાદ, મારા હૈયામાં ફરિયાદ

કેમ આવતો નથી મારો શ્યામ મંદિર સૂના પડ્યા છે આજ

      …મંદિર સૂના પડ્યા છે આજ…

નજરો મળી જયારે તારી, હું બની ગઈ તારી દિવાની

યમુના કિનારે તારી, હું વાત જોઉં છું મોરારી

      બંસીધારી, ગિરિધારી, હું વિનવું વારંવાર… હરદમ…

તારી ને મરી વહાલા, આજ પ્રીતડી બંધાણી

કરુણાનાં સ્વામી, તમે છો અંતરયામી

      જોઉં છું હું, વાત તારી, હવે આવો આ કિરતાર… હરદમ…

હું ભવભવની ભિખારી, છું જનમ જનમ થી તારી

તારી યાદમાં ઝુરવાની, તારી બનીને રહેવાની

ઓ ક્રિષ્ના… કામણગારા… હું છું તારી મીરાં… હરદમ

Posted in Bhajan

Radha-Kishan

Written Day: Monday, August 08, 1994

राग: घुघट की आड़ से… (फिल्म: हम है राही प्यार के)


राधा के प्यार बिना गिरिधर का, गोकुल सुना लगता है

जब तक न मिले बासुरीकी ज़लक…

      ये रास अधुरा रहेता है… राधा के…

राधा-किशन का मिलना ज़रूरी है

      पनघट पे खेलना ज़रूरी है

पायलिया जब राधाकी खनकती है

      सुनकर कृष्णा का  दिल भी बहेलता है

बिना उसकी पायल से गोकुल का… ये खेल अधुरा रहेता है… जब तक…

भर निंदर में राधिका रोती है…

      कहाँ खो गए श्याम ऐसा कहेती है…

कहेती कहेती राधा फिर रोती है

      आशुओके खटियन पे सोती है

कहेती ही जाती है राधा सपनोकी ये दास्ताँ हो…

बिना मेरे श्याम मेरे जीवन का… संगीत सुना सुना लगता है…

      जब तक न मिले…

 

Posted in Bhajan

Prabhuji Ram-Shyam

Written Day: Friday, June 24, 1994

राग: तुम्ही मेरे मंदिर… (फिल्म: खानदान)


તમે મારા રામ છો તમે મારા શ્યામ છો

તમે મારા રુદિયાના દેવાધિદેવ છો

તારા રે નામનો દિલમાં દિવો કર્યો છે

શ્રદ્ધાનાં પુષ્પોને સ્નેહે ધર્યા છે મેં…(૨)

      રામ રામ રામ…જય જય…રામ રામ રામ

      શ્યામ શ્યામ શ્યામ…જય જય…શ્યામ શ્યામ શ્યામ

બે કર જોડી હું, વંદન કરું છું

દર્શન દો પ્રભુજી, ઝુરી મારું છું… તમે મારા…

સંસાર સાગરમાં ડોલે મરી નૈયા

આવીને ઉગારો પ્રભુજી બનીને ખેવૈયા

      કિનારે લગાવ નૈયા, ધરું હું તો તારો બૈયા

      દીન દુઃખિયોનાં તમે તારણહાર છો… તમે મારા…